સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં 'વિશ્વ હાર્ટ ડે'ની ઉજવણી અંતર્ગત બિન ચેપી રોગોની સ્ક્રીનીંગ કેમ્પ સંપન્ન

સુરેન્દ્રનગર,તા.૪:મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વમાં  દર વર્ષે  ર૯મી સપ્ટેમ્બરને 'વિશ્વ હ્રદય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન હેઠળના નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડીયોવાસ્કયુલર ડીસીઝ એન્ડ સ્ટ્રોક અંતર્ગત જીવનશૈલી આધારિત થતાં બિન ચેપી રોગો જેવા કે, ડાયાબિટીસ, હ્રદયરોગ, લોહીનુ ઉંચુ દબાણ, મગજનો લકવા, મેદસ્વિતા, શ્વસન તંત્રના રોગો, માનસિક રોગો, મોંઢા, સ્તનના અને ગર્ભાશયનાં શંકાસ્પદ કેન્સર જેવા રોગોના નિયંત્રણ અને જોખમી પરીબળોના મુલ્યાંકન માટે જિલ્લા એન.સી.ડી.સેલ, સુરેન્દ્રનગર આયોજિત અને તાલુકાના એન.સી.ડી. કલીનીક અને આયુષ્ કલીનીકના સંયુકત ઉપક્રમે તાજેતરમાં તાલુકા મથકે ચેપી રોગ નિદાન કેમ્પ યોજાયેલ

વિશ્વમાં '૦૧ લી,ઓકટોબર 'વિશ્વ વયો-વૃધ્ધ દિવસ'' તરીકે ઉજવવામાં આવે છે. વૃધ્ધોની આરોગ્ય સેવાઓ પ્રત્યે પુરતુ ધ્યાન અપાય તે હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકો  માટે નેશનલ હેલ્થ મિશન હેઠળના નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધી એલ્ડરલી અંર્તગત બિન-ચેપી રોગો  માટે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે ચલાવવામા આવતા ખાસ  જીરીયાટ્રીક કિલનીકમાં સોમવાર થી શુકવાર સુધી સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાક સુધી જયારે તાલુકાના દરેક રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતેના જીરીયાટ્રીક કિલનીક માં  દર મંગળવાર અને ગુરુવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી તમામ વયો-વૃધ્ધ લોકોને પ્રધાન્ય આપી તેઓને સારવાર આપવામા આવે છે.

ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં વયોવૃધ્ધ લોકોની સાર સંભાળ માટે સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ સામે કોટેશ્વર મંદીર, મુળી સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાણાગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાયલા રાજ સોભાગ આશ્રમ, થાન સામુહિક આરોગ્ય કેન્દ્ર, લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર, પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાજસીતાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર, લીંબડી રા.રા. જનરલ હોસ્પિટલ, વઢવાણ રૂષિકેશ વૃધ્ધાશ્રમ, ધ્રાંગધ્રા વાદ્યેલા રોડ સરકારી હોસ્પિટલ ખાતે તાજેતરમાં નિૅંશૂલ્ક બિન - ચેપી રોગોની તપાસ, સંભાળ અને માર્ગદર્શન કેમ્પની સાથે જન જાગૃતિ અભિયાન, આઈ.ઈ.સી. જેવી વિવિધ પ્રવૃત્ત્િ।ઓ યોજાઇ હતી.

આ તમામ ઉજવણી કેન્દ્રો ખાતે જીવનશૈલી આધારીત થતા બિન-ચેપી રોગોના પ્રાથમિક લક્ષણોની આ નિદાન કેમ્પમાં નિષ્ણાંત મેડિકલ ઓફિસર,ડેન્ટીસ્ટ, રીસર્ચ એશોસીએટ,યોગા ઈન્સ્ટ્રકટર, કાઉન્સીલર,સ્ટાફ નર્સ,ઈન્સ્ટ્રકટર તથા મેડીકલ ટીમ ધ્વારા કુલ – ૯૦૨ લાભાર્થીઓનું સ્કીંનિંગ કરવામાં આવતાં  શંકાસ્પદ ડાયાબીટીસના – ૭૫ ,બ્લડ પ્રેસરના – ૯૮ ,ડાયાબીટીસ – બી.પીના – ૪૧, હ્રદયરોગના – ૧૪  મેદસ્વીતાના – ૫૭ ,ઓરલ કેન્સરના  – ૦૨, ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડીસીઝના – ૧૧ શંકાસ્પદ બિનચેપી રોગોના કેસો નોંધાયા હતા જે તમામને વધુ નિદાન અર્થે સંબંધિત એન.સી.ડી. કલીનીક ખાતે રીફર કરવામાં આવેલ.

આ ઉપરાતં ૪૯૬ લાભાર્થીઓને કેમ્પ સ્થળ ઉપર યોગ ક્રિયાઓ, વિવિધ યોગ આશનો કરાવવામાં આવેલ તેમજ તમામ શંકાસ્પદ બિનચેપી રોગોના લાભાર્થીઓને ભવિષ્યમાં રોગ કાબુમાં રાખવા તથા તેના માટેની લેવાતી થતી વિવિધ કાળજી માટે કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ હતુ તેમ વધુમાં જણાવાયુ છે.

ચોટીલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રવેશ કાર્યવાહી

આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચોટીલાની યાદીમાં જણાવ્યા પ્રમાણે સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચોટીલા ખાતે ચાલતા વિવિધ લાંબાગાળાના વ્યવસાયો જેવા કે, મીકેનીકલ મોટર વ્હીકલ, વાયરમેન, કોપા, બ્યુટી પાર્લર, મિકેનીક ડીઝલ, ફીટરમાં છઠ્ઠા રાઉન્ડમાં પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે ચાલુ થયેલ છે. પ્રવેશ ફોર્મ ભરવાની તેમજ એડમીશન લેવાની છેલ્લી તારીખ ૧૧/૧૦/૨૦૧૯ છે. જે કોઈ  આ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક હોઈ તેઓએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચોટીલાનો સંપર્ક કરવા વધુમાં  જણાવાયું છે.

(9:58 am IST)