સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th October 2019

મુન્દ્રામા સ્કૂલના પ્રૌઢ ટ્રસ્ટી અને યુવાન શિક્ષિકા રંગેહાથ રંગરેલીયા મનાવતાં ઝડપાયા- વાયરલ થયેલી કલીપે સર્જી ચકચાર

(ભુજ) મુન્દ્રામાં જાણીતી શાળાના પ્રૌઢ વયના ટ્રસ્ટી અને યુવાન શિક્ષિકા ઈલુ ઈલુ કરતા રંગે હાથ ઝડપાયા અને ઝડપાયા બાદ આ પ્રૌઢ ટ્રસ્ટીની ધુલાઈ કરતી કલીપ સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે. મુન્દ્રા શહેર, તાલુકા ઉપરાંત આ વીડિયો ક્લીપે કચ્છમાં હલચલ સર્જી દીધી છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનામાં આઘાતજનક વાત એ છે કે, રાજકીય સંસ્થા સંચાલિત શાળાના પ્રૌઢ વયના પરિણીત ટ્રસ્ટી તેમની જ શાળાની એક યુવાન પરિણીત શિક્ષિકા સાથે રંગરેલીયા મનાવતા ઝડપાઇ ગયા છે. વાયરલ થયેલી કલીપમાં કેટલાક લોકો જ્યારે આ ટ્રસ્ટીને સવાલો પૂછે છે, અને સુંવાળા સંબધો અંગે તે ટ્રસ્ટીની પત્નીને બોલાવવાનું કહે છે, ત્યારે તે ગેં ગેં ફેં ફેં થઈ જાય છે. આ ઘટના સાથે સંકળાયેલ શિક્ષિકા અને ટ્રસ્ટી બન્ને મુન્દ્રામાં  સ્કૂલ સાથે સંકળાયેલા છે. મૂળ અંજારના ઘણા સમયથી મુન્દ્રા રહે છે અને આ શાળાના ફાઉન્ડર ટ્રસ્ટી પણ છે.

        આ બનાવ ગાંધી જ્યંતીના બન્યો હોવાનું અને સવારે સ્વચ્છતા રેલીને સ્ટાર્ટ આપ્યા બાદ આ પ્રૌઢ ટ્રસ્ટી રંગેહાથ ઈલુ ઈલુ કરતા ઝડપાઇ ગયા હતા. જોકે, એક વ્યક્તિની આવી હરક્તને કારણે ઘણીવાર સંસ્થાએ પણ સહન કરવું પડે છે. જો કે, સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલી કલીપ અને મુન્દ્રામાં થયેલા હોબાળા બાદ આ ટ્રસ્ટીને આરએસએસ સંચાલિત સ્કૂલના ટ્રસ્ટી પદેથી રૂખસત આપી દેવાઈ છે. પણ, શૈક્ષણિક સ્થાનોમાં અને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં બેઠેલા વ્યક્તિઓની ભૂલ ઘણીવાર વ્યક્તિની સામાજિક  પ્રતિષ્ઠાને ધૂળધાણી કરી દે છે. મુન્દ્રામાં અંગ્રેજી શાળામાં પણ આવો જ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો હતો. 

(10:13 pm IST)