ગીર સોમનાથ જિલ્લા એલસીબી દ્વારા પ્રભાસ પાટણ ના હિરણનદી ના પુલ ની નીચે થી દારૂ ની હેરાફેરી કરતા બે આરોપી સહિત 355800ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા
ગઈ કાલે સાંજે ના સમય જિલ્લા એલ સી બી ના લખમણ મેતા, જગદીશભાઇ મકવાણા, રામદેવસિંહ જાડેજા, મેરામણભાઇ શામળા, મેસુરભાઇ વરૂ, તેમજ લલીતભાઇ ચુડાસમા સહીતના સ્ટાફે પેટોલિંગ મા હતા એ દરમ્યાન પ્રવિણ મોરી અને કનકસિંહ કાગડા ને બાતમી મળેલ કે પ્રભાસ પાટણ ના હિરણનદી પુલ પાસે થી કાર જી જે 04 એપી 3182 નંબરની ગાડીમાંથી દારૂ જઇ રહ્યો છે જેથી જીલ્લા એલ.સી.બી દ્વારા વોચ ગોઠવી અને ગાડી રોકતા વિદેશી દારૃ બોટલ નંગ 72 તેમજ બિયર નંગ 24 મળી કુલ ૯૬ બોટલ ૩૧૨૦૦ કિંમત નો તેમજ મોબાઈલ અને કાર મળી કુલ ૩૫૫૮૦૦ ના મુદામાલ સાથે બે આરોપી એવા જીજ્ઞેશ ઉર્ફ મહેશ ચોમલ અને ઈમરાન ઉર્ફ વાધરી અબ્દુલ સતાર પંજા ને પકડી પાડેલ અને ફરાર આરોપી એવા નીતિન પ્રેમજી વાળ અને જાવીદ ઉર્ફ શેખડો અને અલ્તાફ ઉર્ફ કાળિયોને પકડવા ચક ગતિમાન કર્યા છે,