સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

કાલે પોરબંદરની સોનીબજાર હડતાલ પાળશે : HUID સહિત 14 પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા મહાજનોએ મોરચો માંડ્યો

સોની મહાજન વેપારી મહામંડળના નેજા હેઠળ બંધ પાળશે : સાંસદ. કલેકટર, ધારાસભ્ય તેમજ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખને આવેદન પત્ર આપશે : બપોરે 3:15 વાગ્યે માણેકચોકમા એકત્ર થઈને બાઇક દ્વારા રેલી સ્વરુપે બિરલા હોલ પહોંચશે: ચેમ્બર પ્રમુખને સાથે રાખીને અપાશે આવેદન

પોરબંદર : કાલે સોનીબજાર બંધ પાળશે , હાલમાં હોલમાર્કના નવા રૂલ્સ huid સહીત વિવિધ 14 જેટલા પડતર પ્રશ્નેનું નિરાકરણ નહિ આવતા સોની લોકોએ મોરચો માંડ્યો છે શ્રી સોની મહાજન વેપારી મહામંડળ પોરબંદર દ્વારા જણાવાયું છે કે HUID કોડ અંગેના કાયદાની  વ્યવસાય પર ઘણી વિપરિત અસર જોવા મળશે

  આ બાબત અંગે સરકારને રજુઆત કરવા માટે આપણે સાંસદ, કલેકટર ધારાસભ્ય તેમજ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખને આવેદન પત્ર આપવા નક્કી કરાયું છે
    સરકાર આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લે તે માટે આવતિકાલે ગુરુવાર સ્ત્રીખ 5/8/21 ના રોજ ધંધા રોજગાર  સંપુર્ણ પણે બંધ રાખવા નિર્ણય લેવાયો છે  તેમજ આવેદન પત્ર આપવા જવા માટે બપોરે 3:15 વાગ્યે માણેકચોક મા ભેગા થઇ ત્યાથી બાઇક દ્વારા રેલી સ્વરુપે  બિરલા હોલ પહોંચશે ,પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીજ્ઞેશ ભાઇ કારીયા ને આવેદન પત્ર પાઠવી તેમને સાથે લઇ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાને આવેદન આપવા જઇશુ અને ત્યાર બાદ ત્યાથી કલેક્ટરને આવેદન આપવા માટે જીલ્લા સેવા સદને પહોંચશે       આ બાઇક રેલી દરમિયાન સોશિયલ અંતર જાળવવુ તથા માસ્ક પહેરવુ જરૂરી છે

 આ બાઇક રેલીમા દુકાન દીઠ એક સભ્ય એ ખાસ હાજરી આપવા જણાવાયું છે

(8:39 pm IST)