સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

ગોહિલવાડ પંથકમાં અડધાથી એક ઇંચ વરસાદ: જેસરઅને મહુવામાં એક ઇંચ, ભાવનગરમાં પોણૉ ઇંચ વરસાદ

જિલ્લાના અન્ય તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો

(  વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી લઈ અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો છે.

ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે.
જિલ્લાના જેસરમાં એક ઇંચથી વધુ વરસાદ પડયો છે જ્યારે મહુવામાં એક ઈચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં પોણો ઈચ જેટલો વરસાદ પડયો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન ભાવનગર જિલ્લાના જેસરમાં 30 મી.મી. ગારિયાધારમાં 5 મી.મી. તળાજામાં 20 મી.મી. પાલીતાણામાં 5 મી.મી. ભાવનગર શહેરમાં 20 મી.મી.મહુવામાં 22 મી.મી.અને શિહોરમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.

(6:47 pm IST)