સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

ખંભાળિયામાં વરસાદી વાતાવરણ વચ્ચે પાંડેશ્વર મંદિર નજીક વીજ પોલમાં શોર્ટ સર્કિટને કારણે તણખા ઝર્યા

વાયરોમાં શોટ સર્કિટને પગલે એક પછી એક ધડાકા સાથે તણખા ઝરતા ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સર્જાયા

ખંભાળિયામાં વરસાદ તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે પાંડેશ્વર મંદિર નજીકના એક વીજ પોલમાં શોર્ટ સર્કિટને કારણે તણખા થયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.  વીજવાયરમાં શોટ સર્કિટ થતા ધડાકાભેર તણખા ઝર્યા હતા. દુકાનો ઉપરથી પસાર થતાં વીજ પોલના વાયરોમાં શોટ સર્કિટને પગલે એક પછી એક ધડાકા સાથે તણખા ઝરતા ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા

(11:15 pm IST)