સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th July 2022

ઉપલેટા પંથકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો : ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

ઉપલેટાના ચકલી ચોરા, જવાહર રોડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા: ઈસરા, વાડલા, સમઢીયાલા, ડુમિયાણી અને મોજીરા ગામમાં વરસાદ વરસ્યો

ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઉપલેટાના ચકલી ચોરા, જવાહર રોડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. ઉપલેટાના ઈસરા, વાડલા, સમઢીયાલા, ડુમિયાણી અને મોજીરા ગામમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

(11:57 pm IST)