સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th July 2022

મોરબીમાં પંચાસર ચોકડી પાસે વિદેશી દારૂ સાથે બે પકડાયા

કેતનદાન બારહટ અને જુબેર ઉર્ફે બબુ માયકની ધરપકડ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબીમાં પંચાસર ચોકડી પાસે ઈંગ્‍લીશ દારૂનું વેચાણ કરતા ૨ ઈસમોની મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસારᅠᅠમોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ચાસર ચોકડી નજીક પાણીના ટાંકા પાસે પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી ᅠ કેતનદાન મહેન્‍દ્રદાન બારહટ અને જુબૈરભાઈ ઉર્ફે બબુ મહેબુબભાઈ માયક પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ની  બોટલો નંગ-૪ કુલ કિ.રૂ.૧૪૨૦નો મુદામાલ પોતાના કબ્‍જામાં વેચાણ કરવા અર્થે રાખી મળી આવ્‍યા હતા.ᅠજેથી પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.

(1:22 pm IST)