જેતપુરના વાડાઅડામાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી : ૭ શખ્સો પકડાયા
(કેતનલ ઓઝા દ્વારા) જેતપુર, તા. ૪: જેતપુરના વાડાઅડા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.
પી.એસ.આઇ. ટી.બી. જાની સ્ટાફના મનસુખભાઇ રંગપરા, અરવિંદસિંહ, પ્રદિપભાઇ આગરીયા, ચેતનભાઇ ઠાકરો, હાર્દિકભાઇ ભીંભા નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન વાડાઅડા ગામે રહેતો રાજદિપ ચૌહાણ પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી આધારે રેડ કરતા તીનપતીનો જુગાર રમતા હિતેષ રમેશભાઇ પરમાર, સુરેશ નાનુસીંગ ચૌહાણ, તુષાર દરસુખભાઇ ચાવડા, જસકુ જીલુભાઇ ભેડરડા (રહે. તમા વાડાઅડા હરેશ મનસુખભાઇ ભટ્ટ, વીરલ જેરામભાઇ મેર (રહે. બન્ને વડીયા) તથા મકાન માલીક રાજદિપ ઉર્ફે કાનો રવી ચૌહાણને રોકડા રૂા. ૧૪,૭પ૦ તથા મોબાઇલ ૪ રૂા. ૯,પ૦૦/-માં ર૪,રપ૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ હતી.