News of Saturday, 4th July 2020
કચ્છમાં ભારે બફારા અને ગરમી વચ્ચે રાપર, નખત્રાણામાં ઝરમર ઝરમર વરસાદ
ભુજ :::કચ્છમાં છેલ્લા ચારેક દિવસથી ભારે બફારા સાથેની ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જોકે, આજે બપોર પછી માત્ર બે તાલુકાઓ રાપર અને નખત્રાણામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જિલ્લાના અન્ય ૮ તાલુકાઓમાં પણ ગરમી, બફારો, ઉકળાટ વરતાઈ રહ્યો છે. અત્યારે વરસાદી માહોલ હોવા છતાંયે કચ્છમાં વરસાદ નથી.
(5:13 pm IST)