News of Saturday, 4th July 2020
ઉપલેટામાં વધુ બે કોરોના પોઝિટિવ :ધોરાજી સેન્ટ્રલ બેંકના મહિલા કર્મચારી અને માતાને ઘરે આવેલ મહિલા સંક્રમિત
સમગ્ર વિસ્તારને સેનીટાઇઝર કરવાની કામગીરી શરૂ : ઉપલેટા અને ગ્રામ્ય સહીત કુલ કેસની સંખ્યા 12 થઇ :
ઉપલેટામાં નોંધાયા ફરી એકસાથે બે કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છેઉપલેટા સિવિલ હોસ્પિટલ સામે વાલ્મિકી વાસમાં કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં જયશ્રીબેન વાઘેલા (ઉ.વ. ૨૬ ) ધોરાજીમાં સેન્ટ્રલ બેંક કર્મી છે અને ગૌરીબેન મકવાણા (ઉ.વ.૩૭ ) પોતાના માતાના ઘરે આવેલ આ બંને મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
બંને મહિલાઓ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા હતા ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં ૧૨ કોરોના પોઝિટિવ કેસો થયા છે
પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર સતર્ક અને સમગ્ર વિસ્તારને સેનીટાઇઝર કરવાની કામગીરી શરૂ કરાઈ છે અને પોઝિટિવ આવેલ સમગ્ર વિસ્તારને સીલ કરવાની તજવીજ હાથ ધરાઈછે
(10:10 pm IST)