સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th July 2018

જૂનાગઢની નોબલ સ્કુલના ૩૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

જૂનાગઢ : એગ્રીકલ્ચર ઓડીટોરીયમ  ખાતે તાજેતરમાં માર્ચ - ૨૦૧૮માં લેવાયેલ ધો. ૧૦ અને ૧૨ કોમર્સ તથા સાયન્સમાં બોર્ડ ટોપટેન તથા સ્કુલ ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી તથા શાળા કક્ષાએ ધો. ૪ થી ૬ અને ધો.૧૧માં એપ્રીલ - ૨૦૧૮માં લેવાયેલ પરિક્ષામાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર ૩૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયેલ. ઉદઘાટક તરીકે મેયર આદ્યશકિતબેન મજમુદાર, અધ્યક્ષ સ્થાને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે મોહનભાઇ પટેલ, જીલ્લા ભાજપ અધ્યક્ષ કિરીટભાઇ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ શશીકાંતભાઇ ભીમાણી, શ્રીમતી જયોતિબેન વાછાણી, મેડીકલ કોલેજના ડીન ડો.એસ.પી.રાઠોડ, જીલ્લા શિક્ષણાધીકારી બી.એસ.કૈલા, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, પ્રદિપભાઇ ખીમાણી, સંજયભાઇ કોરડીયા, ડો.આર.પી.ભટ્ટ, ડો.પી.વી.પટેલ, એડવોકેટ પી.ડી.ગઢવી, કોર્પોરેટર શૈલેષભાઇ દવે, હિમાંશુભાઇ પંડયા તથા હરેશભાઇ પરસાણા, જી.પી.કાઠી, ચેતનભાઇ શાહ, રમેશભાઇ ગોધાણી, સંજયભાઇ ગોધાણી, અમુભાઇ પાનસુરીયા વિ.ના હસ્તે વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ, શિલ્ડ અને સર્ટીફીકેટથી સન્માનીત કરાયા હતા. તથા શુભકામના પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન અમુભાઇ પાનસુરીયાએ કરેલુ જયારે આભારવિધી શાળાના પ્રિન્સીપાલ શ્રી રેખામેડમે કરેલી હતી. સન્માન સમારોહને સફળ બનાવવા શાળા પરિવારના તમામ ટીચર્સે મહેનત કરેલી તેમ સંચાલક કે.ડી.પંડયા તથા સહ સંચાલક સિધ્ધાર્થ પંડયાએ જહેમત ઉઠાવી હતી. સન્માન સમારંભની તસ્વીર.

(11:41 am IST)