મોરબી પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેનાર રમેશ ડામોર પકડાયો
મોરબી, તા.૪: મોરબી નજીકના ગામમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેનાર નરાધમને પોલીસે દબોચી લીધો છે.
મળતી માહિતી મુજબ મોરબીથી પાંચ-સાત કિમીના અંતરે આવેલ ગામની સીમમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગ બનનારના પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આરપી રમેશ પુનાજી ડામોર રહે મૂળ સંતરામપુર મહીસાગર હાલ મોરબીના રાજપર ગામની સીમમાં વાળા શખ્શે એકલતાનો લાભ લઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. તાલુકા પોલીસે પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીને દબોચી લેવા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ ચલાવી હતી અને દુષ્કર્મના આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.