સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

પાલીતાણા ભાજપનાં ધારાસભ્ય ભીમાભાઇ બારૈયાના ખાતામાંથી કોઇ બે લાખ ઉપાડી ગયુ !

ભાવનગર, તા. ૪ :  ભાવનગર જીલ્લાનાં પાલીતાણાનાં ભાજપનાં ધારાસભ્યના બેન્ક એકાઉન્ટમાંથી કોઇ ગઠીયા એ રૂ. ર લાખ ઉપાડી લીધાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ પાલીતાણાનાં ભાજપનાં ધારાસભ્ય ભીમાભાઇ બારૈયાના  પુત્ર અરૂણભાઇ બારૈયાએ પાલીતાણા ટાઉન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે પાલીતાણાની તળેટી રોડ ઉપર આવેલ એસ.વી.આઇ. બ્રાન્ચમાં તેમનાં પિતા ભીમાભાઇનું ખાતુ છે જેમાંથી ગત તા. ર૮-પ થી ૧-૬ દરમ્યાન કોઇ ગઠીયા એ રૂ. ર લાખ પાંચ હજાર ઉપાડી લીધા છે. આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી  છે.

ગ્રામ પંચાયતનાં સભ્યનાં ઘેર ચોરી

સિહોર તાલુકામાં સર ગામે રહેતા અને ગ્રામ પંચાયતનાં સદસ્યા જનકબા વિરેન્દ્રસિંહ ગોહિલનાં ઘરનાં પાછળના ભાગે આવેલ બારી તોડી તસ્કરોએ અંદર પ્રવેશી સોનાના દાગીના અને રોકડ ર૦ હજાર મળી કુલ રૂ. ૬૦ હજારની મતાની ચોરી કરી તસ્કરો નાસી છુટ્યા હતા આ અંગે સિંહોર પોલીસ સ્ટેશનનાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. (૯.ર)

(4:00 pm IST)