સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

કોટડાસાંગાણી પાસે લુંટમાં પકડાયેલ ત્રિપુટીના આજે રીમાન્ડ મંગાશે

રૂરલ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી ત્રિપુટીને દબોચી લીધી'તી

રાજકોટ તા.૪: કોટડાસાંગાણીના વાદિપરા ગામ પાસે દંપતિને મારમારી લુંટી લેવાના ગુન્હામાં પકડાયેલા ત્રણેય શખ્સોને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

મળતી વિગતો મુજબ ગત તા. ૧૮/૫ ના રોજ કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામ પાસે દયાબેન વા/ઓ મુકેશભાઇ ખીમજીભાઇ સાકરીયા રહેે વાદીપરા તા. કોટડાસાંગાણી જી. રાજકોટ વાળાના ગળામાંથી અજાણ્યા ફોર વ્હીલ વાડી વાળા માણસો સોનાનો હારનો ભાગ આશરે ચાર તોલા વજન જેની કિ રૂ. ૮૦૦૦૦/- ગણી શકાય તે લુંટ કરી લઇ ગયેલાનો કોટડાસાંગાણી પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક અંતરીપ સુદ નાઓએ અનડીટેકટ મિલકત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ. ચાવડા ને મળેલ હકિકત આધારે કોટડાસાંગાણીથી ૧. ઇમરાનભાઇ ઉર્ફે કાબરો વાહિદભાઇ બેલીમ જાતે સીપાઇ મુસ્લીમ ઉ.વ. ૩૫ ધંધો- ગાડી લે-વેચ રહે. અમદાવાદ, ફતેવાડી, આર.સી.સી. રોડ, તાજ રો હાઉસ, મકાન નં. ૫, નં. ર. સતપાલ શ્રીધરમપાલ વર્મા જાતે કુંભાર ઉ.વ. ૩૫, ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ અમદાવાદ, અસ્લાલી સર્કલ પાસે સિધ્ધાંત પ્રવેશ ફલેટ નં. ૪૦૯ મુળ કલાનોર ગામ, મોખરા રોડ વોર્ડ નં. ૮ તા.જી. રોહતક હરીયાણા તથા નં.૩. સોહિલ સલીમભાઇ તેમરીયા જાતે ઘાંચી મુસ્લીમ ઉ.વ. ૨૦ રહે અમદાવાદ સરખેજ, ફતેવાડી લાલબી પાર્ક, ફારૂકે આજબ સ્કૂલની પાછળ વાળાઓને પકડી પાડી તેઓની પુછપરછ કરતા તેઓએ વાદીપરા ગામ પાસે એક મોટર સાયકલ ઉભુ રખાવી તેમાં બેઠેલ સ્ત્રીના ગળામાં પહેરેલ સોનાના હાર ખેંચતા અડધો હાર હાથમાં આવી જતા લુંટ કરી ભાગી ગયેલની કબુલાત કરેલ હતી.

પકડાયેલ ઉપરોકત આરોપીઓને એલસીબીએ કોટડાસાંગાણી પોલીસને હવાલે કર્યા હતા. ઉપરોકત ત્રણેયને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાશે. વધુ તપાસ પી.એસ.આઇ. સાંચલા ચલાવી રહયા છે.

(3:59 pm IST)