સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th June 2018

જસદણમાં પાલીકાના ખુલ્લા પ્લોટમાં દારૂ પકડાયો : બુટલેગર છૂ

રાજકોટ તા ૪ : જસદણ ભાદર નદીના કાંઠે જુની નગરપાલીકા નો હાલ ખુલ્લો પ્લોટ પડયો હોય ત્યાં પોલીસે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો પરંતુ બુટલેગર નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના પોલારપર રોડ પર રહેતો અશોક ઉર્ફે મડો રવજી સોલંકી દેશી દારૂનું છુટક વેચાણ કરતો હોય જસદણ પોલીસે રેઇડ કરતા ઘટના સ્થળેથી રૂા ૪૦૦ ની કિંતનો ૨૦ લીટર દારૂ મળી આવ્યો હતો પણ પોલીસને જોઇ બુટલેગરને નાસી જવાની સફળતા મળી હતી. નગરપાલીકાનો ખુલ્લો પ્લોટ અસમાજીક તત્વોનો અડ્ડો બનતો જાય છેે અને  પેશકદમી થઇ રહી છે ત્યારે પ્લોટ ફરતે દિવાલો ચણવી જરૂરી છે. (૩.૫)

(11:51 am IST)