સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

મોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૧૦૪ કેસ, સરકારી ચોપડે એકપણ મૃત્યુ નહિ

૧૩ દર્દીનાં કોરોના ગાઇડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરાયા.

મોરબી જીલ્લામાં કોરોના કેસનો આંક ૧૦૦ ને પાર પહોંચી રહ્યા છે આજે કોરોનાના નવા ૧૦૪ કેસ નોંધાયા છે જયારે ૬૩ દર્દીઓ સ્વસ્થ થયા છે આજે સરકારી ચોપડે એકપણ મૃત્યુ નોંધાયું નથી
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૭૮ કેસોમાં ૪૭ ગ્રામ્ય અને ૩૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૧ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૧૨ કેસો ગ્રામ્ય પંથકમાં જયારે માળિયા તાલુકાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૦૪ કેસ નોંધાયા છે જયારે ૬૩ દર્દી સ્વસ્થ થયા છે આજે સરકારી રેકર્ડ મુજબ એકપણ દર્દીનું મોત થયું નથી
નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૮૮૨ થયો છે આજે કોવીડ પ્રોટોકોલ મુજબ ૧૩ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે

(11:39 pm IST)