સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

મોરબીની જયદીપ એન્ડ કમ્પની દ્વારા જીલ્લામાં અલગ અલગ જગ્યાએ કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયા: રાજપૂત સમાજ,શક્તિ મેડીકલ અને અન્ય સંસ્થાઓ પણ સહભાગી બની

મોરબી : રાજપૂત સમાજ તથા મોરબીના તમામ જ્ઞાતિના ભાઈઓ બહેનો માટે ફ્રી રેપીડ કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરેલ છે. ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ ઉપર પંચમુખી હનુમાનજી મંદિર ખાતે રોજ સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા પરિવાર (જયદિપ & કંપની) દ્વારા સ્પોન્સર્ડ અને મોરબી રાજપૂત સમાજ, ગુજરાત રાજપૂત યુવા સંઘ, કરણી સેના મોરબી દ્વારા કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પ માટે ૫૧૦૦૦ નું અનુદાન મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર) તરફથી દાદીમા સ્વ.પ્રતાપબા ગોપાલજી ઝાલાના સ્મરણાર્થે આપવામાં આવેલ હતું અને કેમ્પમાં જે વ્યક્તિને કોરોના પોઝીટીવ આવે તે દર્દીને જરૂરી દવાઓ મેઘરાજસિંહ ઝાલા શક્તિ મેડીકલ તરફથી દવાઑ આપવામાં આવી હતી આ કેમ્પમાં ત્યાં ૫૨ લોકો ટેસ્ટ કરાવવા માટે આવ્યા હતા જેમાથી પાંચ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે

નાગડાવસ, નાના દહીસરા, તરઘરી, મોટાભેલા અને નાનભેલા સહિતના ગામોમાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૬ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે અને શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં આવેલ એ.કે.કોમ્યુનિટી હોલ અને માળીયા તાલુકાનાં જુદાજુદા ૧૦ ગામોમાં મંગળવારના રોજ કોરોના ટેસ્ટ કેમ્પ રાખવામા આવેલ હતો જેના માટે સ્વ.ઉદયસિંહ મનુભા જાડેજા પરિવારના જયુભા જાડેજા, દિલુભા જાડેજા તથા અશ્વિનસીહ જાડેજા (જયદિપ & કંપની) વવાણીયા-મોરબી તરફથી સહયોગ આપવામાં આવ્યો હતો જેમાં કુલ ૨૮૯ લોકોના ટેસ્ટ કર્યા હતા તેમાથી ૨૬ લોકોને કોરોના પોઝિટિવ આવેલ હતી અને ત્યાં પણ મેઘરાજસિંહ ઝાલા શક્તિ મેડિકલ તરફથી દવાઓ આપવામાં આવી હતી

ટંકારા તાલુકામાં જયદીપ એન્ડ કંપનીના સહયોગથી મેઘપર ઝાલા ગામે કોરોના રેપીડ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં ૮૭ લોકોએ ટેસ્ટ કરાવેલ હતા જેમાંથી ૫ લોકોને પોઝીટીવ આવેલ છે તે તમામને ફ્રી દવાની કીટ આપવામાં આવેલ હતી આ ઉપરાંત મધુપુર, સોખડા, બહાદુરગઢ, નાગડાવાસ, રામપરમાં કેમ્ય યોજાયો હતો તો ટંકારા તાલુકના મોટા ખીજડીયા ગામે કેમ્પ યોજાયો જેમાં ૫૨ લોકોના ટેસ્ટમાંથી ૪ જ વ્યક્તિ પોઝીટીવ આવ્યો હતો અને જેટલા પણ કેમ્પ કરવામાં આવ્યા તેમાં પ્રમાણમા કોરોનાના કેસ ઓછા સામે આવ્યા છે અને જે લોકોને કોરોના પોઝિટિવ છે તેના માટે દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

(7:16 pm IST)