સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

ભાવનગરમાં સાંસદ - ભાજપ પ્રમુખ સ્ટેન્ડીંગ ચેરમેન સહિતનાને કોરોના

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪ : ભાવનગરના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન કોરોના પોઝીટીવ થયેલ છે. ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે રાજકીય આગેવાનો કોરોના સંક્રમતી થયા છે. ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઇ પંડયા અને ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા સહિત ભાજપના અનેક કાર્યકરો કોરોના સંક્રમિત થયા છે.

(10:56 am IST)