સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th May 2020

કેશોદ એસ. ટી. બસ સ્ટેન્ડમાં બસોનુ સેનેટાઈજીંગ

કેશોદઃ જૂનાગઢ  જિલ્લો ગ્રીન ઝોનમાં આવતો હોવાથી ગ્રીન ઝોનમાં બસ સુવિધા ઉપલબ્ધ થાય તેવી શકયતા છે પરંતુ જયાં સુધી તંત્ર ની કોઇ સુચના ન મળે ત્યાં સુધી માત્ર તૈયારી ના ભાગરૂપે હાલમાં કેશોદ ડેપોમાં બસો નું સેનેટાઈજીંગ કામગીરી પૂર્ણ કરેલ છે. આમ એસ.ટી.ના અંતર્ગત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે ત્યારે જુનાગઢ જિલ્લો ગ્રીન ઝોનમાં આવતો હોવાથી તૈયારીના ભાગરૂપે કેશોદ એસ. ટી. તંત્ર દ્વારા બસોની સાફ સફાઈ હાથ ધરવામાં આવેલછે. સતાવાર જાહેરાત થાય તેવી પુરી શકયતાછે. પરંતુ ગ્રીન ઝોનમાં આવતા જીલ્લામાં એસ. ટી. સુવિધા માટે તંત્ર મંજૂરી આપે તેવું હાલમાં એસ.ટી.ડેપો પર ચાલતી તૈયારીઓ પરથી જણાઈ રહયુછે.સ્થાનિક જિલ્લામાં પુરતી અથવા ગ્રીન ઝોન આંતર જિલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ તે રીતે બસમાં પચાસ ટકા પેસેન્જર સાથે બસ શરુ થવાની સરકાર આજથી છુટછાટ આપે તેવુ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ છે.(તસ્વીર અહેવાલ કિશોર દેવાણી, કમલેશ જોષી)

(1:05 pm IST)