News of Monday, 4th May 2020
બગસરા માર્કેટ યાર્ડમાં ચણાની ખરીદી કેન્દ્રનો પ્રારંભ થયો
બગસરા તા. ૪ : બગસરામાં સરકાર દ્વારા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણા ખરીદ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ નિર્ણયથી ખેડુતોમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે.
બગસરામાં ટેકાના ભાવે ખરીદ કરવા કાંતિભાઇ સવાસીયા દ્વારા ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી તથા પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉધાડ સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતને ધ્યાને લઇ બગસરાને ચણાની ખરીદ વેચાણ કેન્દ્રની તા.ર મેથી મંજુરી મળતા આજથી ખરીદ કેન્દ્રનો પ્રારંભ થયો છે.
(11:46 am IST)