News of Saturday, 4th May 2019
બગોદરા હાઇ-વે ઉપર કાર-બાઇક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત
વઢવાણ તા.૪: બગોદરા પાસે મેમર ગામના પાટીયા પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકના ચાલકનું સારવાર દરમિયાન દવાખાને મોત નિપજેલ છે.
જયારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન અરૂણ દિનેશભાઇ વાઘેાલ (ઉ.વ.૩૫) હોવાનું બહાર આવ્યું છે. આ યુવાન સુરેન્દ્રનગર થી વડોદરા બાઇક લઇને જતાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો છે જેમાં અરૂણ દિનેશ વાઘેલા સુરેન્દ્રનગર વાળાનું આ અકસ્માતમાં મોત નિપજેલ છે.
(1:27 pm IST)