ભેંસાણના ચુડા ગામે વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કરી હત્યાની કોશીષ
સામા પક્ષે એક વ્યકિતને ઇજા
જુનાગઢ તા. ૪ : ભેંસાણ ચુડા ગામના કાઠી દરબાર દાદભાઇ ભીમભાઇ ધાધલ (ઉ.૬પ) ઉપર ૪ શખ્સોએ જીવલેણ હુમલો કરી હત્યાની કોશીષ કરતા સનસની મચી ગઇ હતી.
ચુડાના દાદભાઇ ઉપર વાડીના રસ્તાના પ્રશ્ને તેમના મામા-ફઇના શખ્સો બદરૂ ભાયાભાઇ હુદડ, જયરાજ બદરૂભાઇ મેરામ હુદડ અને દેવકુ હુદડે ગઇકાલે કુહાડી વગેરે વડે હુમલો કર્યો હતો.
જેમાં દાદભાઇને ગંભીર ઇજા થતા તેમને જુનાગઢ સીવીલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જયારે સામા પક્ષે બદરૂ હુદડ ઉપર દાદભાઇ તેમજ વિસકુ ભીમભાઇ, રણજીત અને એક અન્ય શખ્સે હુમલો કરતા ઇજા થવાથી બદરૂભાઇને પણ જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવેલ.
પોલીસે દાદભાઇની ફરીયાદ લઇ હત્યાની કોશિષનો હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો. તેમજ બદરૂભાઇ પરના હુમલા સબબ પણ કાર્યવાહી કરાઇ હતી