સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

ધોરાજી: જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ વિશે ફેસબુકમાં જુઠાણાં ફેલાવા મામલે રાજકારણ ગરમાયુ

ધારાસભ્યના ઈશારે સામાજિક પ્રતિષ્ઠા બગાડવાનો સુભાષભાઈ માકડીયાનો આક્ષેપ

ધોરાજી : તાજેતરમાં જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ સુભાષભાઈ માકડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યા બાદ ધોરાજીના એક યુવા કોંગ્રેસના હોદ્દેદાર દ્વારા સુભાષભાઈ ફરી કોંગ્રેસમાં જોડાયા હોવાની ખોટી જાહેરાત સોશિયલ મીડિયામાં ફેસબુક દ્વારા મુકવામાં આવતા. સુભાસભાઈ માકડીયાએ જણાવેલકે મારી સામાજિક પ્રતિષ્ઠા ધારાસભ્ય લલિતભાઈ વસોયાના ઈશારે ખરડી નાખવા પ્રયાસ થયો છે જેના મારી પાસે પુરાવા છે. લલિતભાઈ ગંદુ રાજકારણ કરી રહ્યા છે. પાટીદારોના નામે ચૂંટણી લડ્યા અને હજુ પણ તેમની નબળી માનસિકતા દેખાડી રહ્યા છે મેં તેમની સાથે પાંચ વર્ષ કામ કર્યું છે. તેમના તમામ પાસાઓ થી વાકેફ છું.
  પાટીદાર આંદોલન સમયે કોઈપણ પક્ષમાં ન જોડાવાની સૂફીયાણી વાતો કરી પાટીદાર આંદોલન પર પગ રાખી ધારાસભ્ય બની ગયા. પાટીદાઓને છેતર્યા અને હાલમાં પણ એક યુવા રાજકીય પાટીદારે શા માટે જેરી દવા પીધી તે લોકો જાણે છે.ધારાસભ્ય આવું મેલું રાજકારણ બંધ કરે નહીતો તેમના અનેક રહસ્યો ના ખુલાસા કરવા પડશે તેવા આક્ષેપો જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ સુભાષભાઈ માકડીયાએ કર્યા હતા.

(6:15 pm IST)