સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

જુનાગઢ જેલમાંથી ત્રણ એન્ડ્રોઇડ સહિત વધુ ૮ મોબાઇલ કબ્જે

અમદાવાદની ઝડતી સ્કવોડની તપાસમાં વધુ પોલ ખુલ્લી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૪ : જુનાગઢ જિલ્લા જેલમાં ત્રણ એન્ડ્રોઇડ સહિત વધુ ૮ મોબાઇલ ફોન ઝડતી સ્કવોડે કબ્જે કરતા સ્થાનીક જેલ તંત્ર શંકાના પરિધમાં આવી ગયુ છે.

અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટ કચેરી અમદાવાદની ઝડતી સ્કવોડનાં જેલર દેવશીભાઇ કરંગીયાએ વગેરે અચાનક જુનાગઢ જિલ્લા જેલમાં ઝડતી માટે ખાબકયા હતા.

બપોરના ૧.રપ કલાકથી ૩.૩પ કલાક દરમિયાન જુનાગઢ જેલમાં ઝડતી કરવામાં આવી હતી. જેમાં જેલના પ્રતિબંધ વિસ્તારમાંથી રૂ.૧પ૦૦ની કિંમતના ત્રણ એન્ડ્રોઇલ મોબાઇલ ફોન ચાલુ હાલતમાં મળી આવ્યા હતા.

તેમજ ચાલુ હાલતમાં કિયેડવાળા રૂ.પ૦૦ની કિંમતનાં પાંચ મોબાઇલ ફોન પણ મળી આવતા ઝડતી સ્કવોડ ચોંકી ઉઠી હતી.

કિપેડવાળા પાંચ મોબાઇલ બે સિમકાર્ડવાળા છતા આમ ઝડતી સ્કવોેડ બે કલાક ૧૦ મીનીટની ઝડતી કાર્યવાહી દરમિયાન આઠ મોબાઇલ ફોન કબ્જે કરી જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

તાજતેરમાં પણ જુનાગઢ જિલ્લા જેલમાં મોબાઇલ ફોન મળી આવેલ આમ વારંવાર જેલમાંથી પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળી આવવા પાછળ જેલ તંત્ર પર અનેક પ્રકારની શંકા કુશંકા સેવાઇ રહી છે.

જેલના મુખ્ય દરવાજા પર સઘન ચેકિંગ કરવામાં આવતુ હોય છે.  ત્યારે જુનાગઢ જેલમાં મોબાઇલ વગેરે કેમ પહોંચી જાય છે. તે એક સવાલ છે.

(2:59 pm IST)