સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

જૂનાગઢ જિલ્લા પોલીસના જવાનો અને કલેકટર કચેરીના સ્ટાફે બીજા ડોઝ લીધો

જૂનાગઢ : જિલ્લાના પોલીસના જવાનો અને કલેકટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કલેકટર કચેરીના સભા ખાતે કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. આ વેકસીનેશન દરમિયાન કોઇને પણ આડઅસર થઇ ન હતી. એક મહિના પહેલા જૂનાગઢ જિલ્લા રેન્જના આઇજીપી,જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના પોલીસ જવાનો અને કલેકટર કચેરીના સ્ટાફે કોરોનાની વેકસીન લીધી હતી. ત્યારે આજે બીજા ડોઝની તારીખ હોવાથી પોલીસ જવાનો અને કલેકટર કચેરીના સ્ટાફે કોરોના વેકસીનનો બીજો ડોઝ લીધો હતો.

(1:48 pm IST)