સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

ઘોઘા પીએસઆઇ સોલંકી સસ્પેન્ડ

ભાવનગર, તા.૪: ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સોલંકી ને ફરજમાં ગંભીર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત તા.૦૩/૦૩/૨૦૨૧ ના રોજ ઘોઘા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૨૦૨૧૦૧૬૦  ઇ.પી.કો. કલમ-૧૬૬, ૫૦૪ તથા એટ્રોસીટી એકટ કલમ- ૪(૧) મુજબના ગુન્હાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે ફરિયાદમાં ફરિયાદીએ કરેલ આક્ષેપ બાબતે પી.આર.સોલંકીએ તેમની ફરજમાં થાણા અધિકારી તરીકે તેઓ વિરૂધ્ધ થયેલ ગંભીર પ્રકારના આક્ષેપો/રજુઆત અન્વયે જે તે સમયે તપાસ ન કરી/કરાવી અરજદારની રજુઆત સંદર્ભે જરૂરી કાર્યવાહી સમય મર્યાદામાં નહિ કરી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ પોલીસ અધિક્ષકશ્રી ભાવનગર દ્વારા  ફરજ મોકુફ કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(1:37 pm IST)