સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

ચોટીલામાં તમંચા- કાર્તુસ સાથે બે શખ્સો ઝબ્બે

વઢવાણ, તા.૪: સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે જેમાં જીલ્લામાં બનતા ગુન્હાખોરીના બનાવોમાં આરોપીઓ દ્વારા મોટાભાગે ગેરકાયદેસર દેશી હથિયારોનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવ્યું છે અને આવા ગુન્હેગારોને ઝડપી પાડવા જીલ્લા પોલીસવડાની સુચનાથી ચોટીલા પોલીસે ખાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું જે દરમ્યાન ચોટીલાથી આણંદપુર રોડ તરફ એક કારમાં ગેરકાયદેસર દેશી હથિયારો સાથે શખ્સો આવતાં હોવાની બાતમીના આધારે ચોટીલા પોલીસે હાઈવે પર વાહનચેકીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીવાળી કાર પસાર થતાં તેને રોકી ચેકીંગ હાથધરતાં બે શખ્સો રવિભાઈ જોરૂભાઈ ધાધલ ઉ.વ.૨૫, રહે. તા.ચોટીલાવાળા તથા મહાવિરસિંહ દિવાનસિંહ પરમાર ઉ.વ.૨૪, રહે.ચોટીલાવાળાને ઝડપી પાડયાં હતાં અને બંન્નેની તલાસી દરમ્યાન પેન્ટના બાર બોરનો જીવતો કારતુસ કિંમત રૂ.૫૦ તથા એક દેશી હાથબનાવટનો તમંચો કિંમત રૂ.૨,૦૦૦ મળી કુલ રૂ.૨,૦૫૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને ચોટીલા પોલીસ મથકે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:34 pm IST)