સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠંડીનો અહેસાસ-ઝાકળવર્ષા

મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડકની અસર બાદ બપોરે ધોમધખતો તાપ

ખંભાળીયાઃ આજે વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષા થઈ હતી તે નજરે પડે છે (તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

રાજકોટ, તા. ૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ફરી ઠંડીનો અહેસાસ થયો હતો અને વહેલી સવારે ઝાકળવર્ષા થઈ હતી.

જો કે બપોરે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકોને આકરા ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે.

છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં રાહત રહ્યા બાદ આજે અચાનક સવારે ઠંડકનો અહેસાસ થયો હતો. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચ ચડી જતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ જૂનાગઢમાં સવારે ગુલાબી ઠંડી અને બપોરે ઉનાળાની અનુભૂતિ થઈ રહી છે.

આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.૧ ડિગ્રી અને ગિરનાર ખાતે ૧૧.૧ ડિગ્રી રહેતા ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. સવારના વાતાવરણમાં ભેજનુ પ્રથમવાર ૫૨ ટકા અને પવનની ઝડપ ૬.૧ ડિગ્રીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩૨.૫ ડિગ્રી, લઘુતમ ૧૯ ડિગ્રી, ભેજ ૯૧ ટકા અને પવનની ઝડપ ૪.૧ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ શહેર તથા તાલુકામાં આજે મોસમની સૌથી વધુ ઝાકળની સ્થિતિ આજે થતા ઠેર ઠેર ગાઢ ધુમ્મસને કારણે ૧૫ ફૂટ પણ આગળ ન દેખાય તેવી સ્થિતિ તથા ઝાડ તથા મકાનો ઉપરથી ઝાકળને લીધે વરસાદની જેમ ટીપા પડવા લાગ્યા હતા !!

મોસમની સૌથી વધુ ઝાકળવર્ષાને લીધે હાઈવે પર ૧૫ ફુટ પણ ન જોઈ શકાય તેવી સ્થિતિ થતા અનેક વાહનો લાઈટો સાથે કીડીવાટે ચાલતા દેખાતા હતા તો એસટી બસો પણ મોડી થઈ ગઈ હતી.

જ્યારે ઝાકળ ધુમ્મસને પછી હવે ઉનાળો ગરમી નજીક આવ્યાનું લોકો અનુમાન કરી રહ્યા છે.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલીઃ શિયાળાની ઋતુ બાદ હવે સત્તાવાર રીતે ઉનાળાનુ આગમન થઈ રહ્યુ છે અને ધીમે ધીમે તાપમાનમા વધારો થતા ગરમીના દિવસો થયા છે. શરૂઆતી દિવસોમાં જ આકરા તાપ સાથે ગરમી સહન કરવી પડશે. આવતા સપ્તાહમાં અંતમાં ગરમીનો પારો અમુક સેન્ટરોમાં ૪૦ ડિગ્રી આસપાસ પહોંચી જાય તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તા. ૪થી તા. ૮ દરમ્યાન પવનોની દિશા અવિરત ઉત્તર-પશ્ચિમી જોવા મળશે તેમા સવારના ભેજના પ્રમાણમાં વધારો ઘટાડો જોવા મળશે.

 

કયાં કેટલી ગરમી-ભેજ ?

 

શહેર

મહત્તમ તાપમાન

ભેજની ટકાવારી

અમદાવાદ

૩૬.૮  ડિગ્રી

૪૪  ટકા

ડીસા

૩૭.૧  ''

૪૮   ''

વડોદરા

૩૭.૨   ''

૬૪   ''

સુરત

૩૬.૪   ''

૫૯   ''

જામનગર

૩૨.૫   ''

૯૧   ''

રાજકોટ

૩૬.૦   ''

૯૦   ''

કેશોદ

૩૬.૦   ''

૪૩   ''

ભાવનગર

૩૬.૦   ''

૩૮   ''

પોરબંદર

૩૪.૭   ''

૮૯   ''

વેરાવળ

૩૪.૨   ''

૪૧   ''

દ્વારકા

૨૭.૨   ''

૯૦   ''

ઓખા

૨૮.૩   ''

૯૧   ''

ભુજ

૩૭.૦   ''

૭૯   ''

નલીયા

૩૨.૬   ''

૮૭   ''

સુરેન્દ્રનગર

૩૭.૩   ''

૭૪   ''

ન્યુ કંડલા

૩૪.૧   ''

૮૦   ''

કંડલા એરપોર્ટ

૩૬.૨   ''

૭૭   ''

અમરેલી

૩૭.૨   ''

૪૪   ''

ગાંધીનગર

૩૬.૫   ''

૪૬   ''

મહુવા

૩૭.૮   ''

૫૯   ''

દિવ

૩૩.૮   ''

૫૭   ''

વલસાડ

૩૪.૦   ''

૮૯   ''

વલ્લભ વિદ્યાનગર

૩૬.૩   ''

૫૨   ''

(1:32 pm IST)