સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

બેડલાની ચાર સીટો પર વિજેતા ભાજપના ઉમેદવારોનું ભવ્ય સન્માન-સ્વાગત કરાયું

બેડલા જીલ્લા તાલુકા પંચાયતમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો હતો

રાજકોટઃ જીલ્લા તાલુકા પંચાયતની ચુંટણીમાં બેડલાની ચારેય સીટો પર ભાજપનો કેસરીયો લ્હેરાતાં ચારેય બેઠેકના ઉમેદવારોનું ગ્રામજનોએ ભવ્ય સન્માન કર્યુ હતું. જેમાં સવિતાબેન ભરતભાઇ ગોહેલ ૮ મતે અને મનિષાબેન ચંદુભાઇ સારદીયાનો ૨૨૦ મતથી વિજય થયો છે. બામણબોરથી બાબુભાઇ ડાભીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જીલ્લામાંથી રાજકોટ જીલ્લામાં પાંચ ગામનો સમાવેશ થતાં બેડલા જીલ્લા અને તાલુકા પંચાયતની બંને સીટો ભાજપે મેળવી છે. અહિ છેલ્લા ચાલીસ વર્ષથી કોંગ્રેસનો દબદબો હતો. ચાર સીટો પર ભાજપને વિજય અપાવવા બામણબોર સહિતના ગામના રહેવાસીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:43 am IST)