સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

સુત્રાપાડા પાલિકામાં ભાજપા વિજયી

(રામસિંહ મોબી દ્વારા) સુત્રાપાડા, તા. ૩ :   સુત્રાપાડા નગર પાલિકાની ચૂંટણીમાં કુલ ૬ વોર્ડમાં ર૪ બેઠકોમાંથી ર૦ બેઠકો ભાજપાએ પ્રાપ્ત કરી ઐતિહાસિક જવલંત વિજય મેળવેલ છે. સુત્રાપાડા નગરપાલિકા ર૦૦પમાં ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાની બની ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ૧પ વર્ષથી ૩ ટર્મ પૂર્ણ કરી ૪ ટર્મ સુત્રાપાડા નગરપાલિકાની શરૂઆત કરેલ છે. ભૂતકાળથી લઇને અત્યાર સુધીમાં જે વિજય મેળવેલ હતો તેથી પણ વધુ સફળતાથી વિજય આ ટર્મમાં સુત્રાપાડા નગરપાલિકામાં મળેલ છે.

દિલીપભાઇ બારડ જેઓ છેલ્લા ૧પ વર્ષથી સુત્રાપાડા નગરપાલિકાનો વહીવટ કરે છે. જેઓએ સુત્રાપાડા નગરપાલિકાનો પારદર્શક વહીવટ ઉપરાંત દરેક સમાજના દરેક લોકોને સાથે રાખી અને સુત્રાપાડા વિસ્તારમાં વિકાસના કામોમાં સતત અગ્રેસર રહ્યા છે. પુર્વ મંત્રી જશાભાઇ બારડના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ યોજાયેલ સુત્રાપાડા નગરપાલિકાની ચુંટણી પારદર્શક, શાંતિથી તેમજ કુનેહપૂર્વક યોજાઇ હતી. જેમાં તેઓના માર્ગદર્શન હેઠળ દિલીપભાઇ બારડ અને તેમની ટીમ રાત દિવસ મહેનત કરેલ જેથી. ર૪માંથી ર૦ બેઠકો ભાજપને મળેલ. સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલ જવલંત સફળતાથી ઉત્સાહિત થઇ તમામ ભાજપના કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવેલ હતું. જેમાં દિલીપભાઇ બારડ ઉપરાંત તમામ સમાજના આગેવાનો સામેલ હતા. જેમાં કારડીયા રાજપૂત સમાજના વજુભાઇ મોરિ, બાબુભાઇ ડોડીયા, ભૂપતભાઇ ઝાલા, અશ્વિનભાઇ બારડ, સુરેશભાઇ બારડ, રામભાઇ કચરાભાઇ બારડ, કાનાભાઇ વસ્તાભાઇ બારડ, ગિગાભાઇ પતાભાઇ બારડ, મસરીભાઇ પટેલ, ડો. વાલાભાઇ કછેલા, સંગ્રામભાઇ કાછેલા, રણમલભાઇ ઝાલા, દિલીપભાઇ ડોડીયા, અરસિભાઇ ડોડીયા, રાસિંગભાઇ ઝાલા, ગોવિંદભાઇ કાછેલા, જગદીશભાઇ કાછેલા, કાનાભાઇ કરશનભાઇ બારડ, ગટુરભાઇ કાછેલા, અજયભાઇ બારડ, દીપકભાઇ કાછેલા, મનુભાઇ બારડ, જેંતિભાઇ કાછેલા, અરસિભાઇ બારડ, રમેશભાઇ વડાંગર, દશરથસિંહ સરવૈયા, અલારખાભાઇ શેખ, રશિદભાઇ મલેક, વશરમભાઇ સોલંકી, નટુભાઇ કામળીયા, રામભાઇ પટેલ, ડો. રામભાઇ ચૌહાણ, અનિલભાઇ જેઠવા, મસરિભાઇ અરસિભાઇ, મેરૂભાઇ મેર, જેસિંગભાઇ નાથાભાઇ, હરેશભાઇ કામળીયા, દલિત સમાજના જેસિંગભાઇ પટેલ, રામસિંહભાઇ વાણવી, રામજીભાઇ વાણવી, કાનજીભાઇ વાણવી, મુલજીભાઇ માસ્ટર દરબાર સમાજના સિદ્ધકરાજસિંહ રાઠોડ, તેમજ આહીર સમાજના કાનજીભાઇ પંપાણિયા, રામાભાઇ દાનાભાઇ આહીર, જાદવભાઇ રામ, હીરાભાઇ, કરશનભાઇ, કાનજીભાઇ અરજણભાઇ, કૈલાશભાઇ રામ, નારણભાઇ આહીર, દેવસીભાઇ આહીર, પીઠાભાઇ પંપાણિયા, હાજાભાઇ પંપાણિયા તેમજ સુત્રાપાડા શહેરના તમામ સમાજના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ સરઘસમાં હર્ષોલ્લાસથી સામેલ થયેલ.

(11:40 am IST)