સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

જોડિયામાં અઢી મહિનાથી સ્‍ટ્રીટલાઇટો બંધઃ લોકો હેરાન

વાંકાનેર, તા.૪: જામનગર જિલ્લા ના જોડિયા ગામમાં આજે અઢી મહિનાથી શહેરમાં લાઈટ બંધ છે, આખા ગામમાં અંધારપટ રાત્રીના આજે અઢી મહિનાથી છે, મોટી ઉંમરના લોકોએ રાત્રે ગામમાં નીકળવું પણ મુશ્‍કેલ છે.

પ્રાથમિક સુવિધા જેવી કે ભૂગર્ભ ગટર, પાણી જેવી જરૂરિયાતની પણ જોડિયામાં કાયમ ખામી છે. આજે અઢી માસ જેવો સમય થવા છતાંય તંત્ર દ્વારા લાઈટ કેમ શરૂ કરવામાં આવતી નથી, જયારે ગ્રામ પંચાયતના સરપચ નયનાબેન વર્મા કહે છે ઓકટ્રોયની જ સરકારશ્રી દ્વારા ગ્રાન્‍ટ મળવી જોય જે હાલ નથી મળેલ અને જી. ઈ. બી.ના લાઈટબીલ ના અઢાર લાખ ચડત થતા જી ઈ બી દ્વારા સ્‍ટ્રીટલાઈટ બંધ કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર પણ ચડત થયેલ છે.

આ અંગે ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, તેમજ જામનગર સંસદ સભ્‍ય પૂનમબેન માડમ, ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલ, કલેકટરશ્રી, જામનગર, તેમજ ઉચ્‍ચ કક્ષાએ આ અંગેની રજુઆત કરેલ છે.

 

(10:48 am IST)