સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

રાજયના પુર્વ મંત્રી વસુબેન ત્રિવેદી સહીત પરીવારને કોરોના

તમામને જામનગરની કોવીડ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., : જામનગરના પુર્વ રાજય મંત્રી અને મહિલા અગ્રણી વસુબેન ત્રિવેદી સહીત પરીવારજનોને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રા માહીતી મુજબ રાજયના પુર્વ મંત્રી અને જામનગરના ભાજપના વરીષ્ઠ મહિલા અગ્રણી વસુબેન ત્રિવેદીના આખા પરીવારને કોરોના પોઝીટીવ આવ્યો છે. જેમાં પરીવારના ૪ સભ્યો નરેન્દ્રભાઇ ત્રિવેદી, દક્ષભાઇ ત્રિવેદી અને અમીબેન ત્રિવેદીનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા તમામને જામનગરની કોવીડ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

(10:43 am IST)