સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

હળવદના જૂના ધનાળા ગામ પાસે બ્રાહ્મણી નદીમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૪: હળવદના જુના ધનાળા બ્રાહ્મણી નદીના પુલ પાસે રહેતા અને મૂળ નિયામતપુરા તા.અજીતમલ જી.ઓરૈયા યુ.પી ના વતની હરીસિંહ આદેશકુમાર કઠેરીયા (ઉ.વ.૧૮) નામનો યુવાન ગઈકાલે તા.૨ ના રોજ હળવદના જુના ધનાળા રેલ્વે બ્રીજ નીચે બ્રામણી નદીના પાણીમાં નાહવા પડ્યો હતો.

પણ બ્રામણી નદીમાં નાહવા પડ્યા બાદ ઉંડા પાણીમાં ડુબી જતા આ યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(10:12 am IST)