સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

બગસરામાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ લોકોને વિકાસ અને સુવિધા બાબતે અનેક અપેક્ષાઓ

(દર્શન ઠાકર દ્વારા)બગસરા તા.૪:  બગસરા નગરપાલિકા માં ફરીવાર પૂર્ણ બહુમતી સાથે ભાજપ સત્ત્।ા પક્ષ તરીકે આરૂઢ થયેલ છે, સામા પક્ષે કોંગ્રેસને ૨૮ પૈકી માત્ર આ ૮ સીટ મળતા તેમના કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી હતી.

બગસરાની પ્રજા હાલ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે જેવીકે સફાઈ કામદારોને સંખ્યા ઘટતા શહેરના મુખ્ય માર્ગો પર અનેક સ્થળોએ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે આ ઉપરાંત અનેક વિસ્તારમાં સીસી રોડના કામ પણ હજુ બાકી છે, તેમજ નદીપરા, જીનપર વિસ્તારમાં રસ્તાઓનો રીપેરીંગ થતું નથી, નવી તૈયાર થયેલી સોસાયટીઓમાં પાયાની સુવિધાઓ હજુ પહોંચી નથી.

ભૂગર્ભ ગટરમાં અવારનવાર પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે, બગસરામાં ઇન્ડોર સ્ટેડિયમ બનાવવામાં આવેલ છે પરંતુ તેને ઉપયોગ માટે કોઈ જાહેર વ્યવસ્થા થયેલ નથી, શહેરમાં સૌથી નજીક રહેલા ભૂતનાથ બગીચામાં પણ સુવિધા વધારવા લોકો માંગ કરી રહ્યા છે, આવાં અનેક પ્રશ્નોથી લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે તેવા સમયે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉકેલમાં કેટલા ખરા ઉતરે છે તે જોવાનું રહેશે.

(10:44 am IST)