સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th March 2021

વાંકાનેર સરકારી હોસ્પિટલમાં 'ખીલખીલાટ'નું લોકાર્પણ : તબીબોની ખાલી જગ્યા ભરવા માંગણી

વાંકાનેર,તા. ૪: સરકારી હોસ્પિટલ ખાતે જે રીતે ૧૦૮ વાહન મા મોરબી જિલ્લામા ચોવીસ કલાક કાયર્ત રહે છે અને નિઃશુલ્ક ભાવે સેવા કરી રહેલ છે, તેવી જ રીતે 'ખીલ ખીલાટ' ઇમરજન્સી ગાડી પણ મોરબી જિલ્લામા સગર્ભા મહિલાઓને ચેક અપ માટે ઘરેથી સરકારી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે લઈ જવાનું કામ કરી રહી છે. જેમાં માતા અને બાળકને પણ ચેકઅપ માટે ફ્રી મા લઈ જઈએ છીએ. તેમજ ડીલેવરી થયા બાદ તેમણે સુરક્ષિત રીતે માતા અને બાળક ને ધર સુધી મૂકી જવાનું કામ કરી રહી છે આ રીતે સાચવીને લઈ જાય મૂકી જાય છે ફેબ્રુઆરી મહિનામા આશરે ૨૦૦૦ જેટલાં મહિલા લાબાર્થીઓ આ ખીલ ખિલાટનો લાભ લીધેલ છે. મોરબી જિલ્લામા અલગ અલગ સ્થળ જેવા કે મોરબી, વાંકાનેર, ટકારા, માળીયા, જેતપર, મચ્છુ , હળવદ કાર્યરત છે , જેમાં વધુ વાંકાનેર શહેરની સરકારી હોસ્પિટલમાં ખીલ ખિલાટ ગાડીનુ લોકાર્પણ સુપ્રિડેંન્ટ ડો. ફાલ્ગુનીબેન ત્રિવેદીએ કર્યું હતું જેમાં વાંકાનેર સીવીલ હોસ્પિટલ ના આર, એમ, ઓ ર્ડા , જીગ્નેશભાઈ , તેમજ વાંકાનેર સીવીલ હોસ્પિટલ નો નર્સીંગ સ્ટાફ , ૧૦૮ સ્ટાફ તેમજ 'ખીલ ખિલાટ' સ્ટાફ આ દરમ્યાન હાજર રહેલ હતો. વાંકાનેર શહેર અને તાલુકા માટે આ ખીલ ખિલાટની સેવા મળતા પ્રજાજનોમા આનંદ છવાયો છે , તેમજ વાંકાનેર સીવીલ હોસ્પિટલમા ગાયનેક ડોકટરની જગ્યા ઘણા સમયથી ખાલી હતી જેની રજુવાત ગાંધીનગર ખાતે કરતા ગુજરાત સરકાર દ્વારા હાલ અગિયાર મહિના ના એગ્રીમેન્ટમા ગાયનેક ડોકટર ની નિમણુંક રૈયાણીની કરવામાં આવેલ છે હજી વાંકાનેર સીવીલ હોસ્પિટલમા કોઈ એમ.ડી. ડોકટર જ નથી અને માત્ર એમ બી.બી.એસ ડોકટર ત્રણ છે જેના આધારિત આ તાલુકાની આવડી મોટી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી ચાલે છે.

તેમજ ઓર્થોપેડિક ડોકટર પણ કોઈ કાયમી નિમણુંક નથી વાંકાનેર પ્રાઇવેટ હોસ્પિટલના ઓર્થોપેટિક ડો. દેલવાડીયા સવારે બે કલાક માત્ર ચેકઅપ કરવા જ આવે છે વાંકાનેર સીવીલ હોસ્પિટલ ખાતે ઓપરેશનના સાધનો પણ છે. પરંતુ આવડી મોટી વાંકાનેર શહેર તેમજ તાલુકા લેવલની હોસ્પિટલમા કોઈ એમ.ડી. ડોકટર , સર્જન ડોકટર, કે ચામડીના ડોકટર , કોઈ ડોકટરની નિમણુંક નથી.

ે હાર્ટના દર્દીઓ , ડાયાબિટીસના દર્દીઓ માટે એમ ડી ડોકટરની હાલ ખાસ જરૂરિયાત છે , તેમજ સર્જન ડોકટર , આંખના ડોકટર , વગેરેની નિમણુંક કરવામાં આવે એવી વાંકાનેર શહેર તેમજ તાલુકાની પ્રજાજનોએ ઉચ્ચકક્ષાએ પણ અનેકવાર રજુવાત વાંકાનેર ના અગ્રણીઓએ કરેલ છે પરંતુ હજી સુધી વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં કોઈ ધ્યાન દોરવામાં નથી આવ્યું.

ગુજરાત રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી તેમજ આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ વાંકાનેર શહેરમા સીવીલ હોસ્પિટલ મા ખાલી પડેલ જગ્યાની ભરતી કરવામાં આવે તેવી વાંકાનેર શહેર તેમજ તાલુકાના પ્રજાજનોની લોક માંગણી ઉઠી છે.

(10:09 am IST)