સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th March 2019

સિહોરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે શખ્શો ઝડપાયા

સિહોર પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે રાહુલભાઈ ડાયાભાઈ મારૂ જાતે દલિત (ઉ.વ.રર) રહે એકતા સોસાયટી સામે રામદેવનગર, સિહોર વાળાના રહેણાંક મકાનમાં ગે.કા. ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૭પ૦ એમ.એલ.ની બોટલ નંગ-પ જે પૈકી એક બોટલ એફએસએલ તપાસણી અર્થે કબ્જે કરેલ અને બોટલ નંગ-૪ની કુલ કિ.રૂા. ૧ર૦૦ નો મુદ્દામાલ સાથે મળી આવી જે લાલાભાઈ ધાનજીભાઈ સોંદરવા રહે. એકતા સોસાયટી, ગોડાઉન પાછળ, સિહોર વાળા પાસેથી લાવેલનું જણાવેલ હોય મજકુર વિરૂધ્ધ પ્રોહી કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે

(8:17 pm IST)