ઉપલેટા ભાયાવદર પાટણવાવ કોટૅ નીચે આવતા કેશો માટે 11મીએ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું ઉપલેટા કોર્ટમાં આયોજન
ઉપલેટ કોર્ટ ભાયાવદર કોટૅ અને ઉપલેટા એડિશનલ કોર્ટમા થયેલા વિવિધ કેસોમાં જે કેસોમાં સમાધાન થઈ શકે તેવા હોય તેવા કેસોનું સમાધાન કરવા ઈચ્છતા પક્ષકારો માટે ઉપલેટામાં પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે
આ લોક અદાલતમાં બેંક ને લગતા કહેશો પીજીવીસીએલ ને લગતા કેશો સિવિલ કેસો ભરણપોષણના કેશો ભરણપોષણ ની રિકવરીના કેસ ક્રિમિનલ કેશો ડોમેસ્ટિક કેસો, ચેક પરત ન કેસો તથા અન્ય સમાધાનપાત્ર છે તેવા કેશો તથા પ્લી બાર્ગેઈનિંગના કેસો આ અદાલત મૂકવામાં આવશે જેથી જાહેર હિતમાં ઉપલેટા તાલુકાના પક્ષકારો લોક અદાલતનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ પોતાના વકીલનો સંપર્ક કરી કેસો લોક અદાલતમાં મુકવા ઉપલેટા ના પ્રિન્સિપલ જજ એ એ દવે અને એડિશનલ જજ એસ એસ અજમેરીની યાદીમાં જણાવાયું છે