જસદણના નાની લાખાવડ ગામે જુગાર રમતા ૮ પકડાયા : ૧.૦૪ લાખની રોકડ કબ્જે
રાજકોટ તા. ૪ : જસદણના નાની લાખાવડ ગામે પોલીસે જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને ૧.૦૪ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ નાની લાખાવડ ગામે વિરનગર જવાના કાચા રસ્તે ઝાડની નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણના પો.કો. મહિપતભાઇ જાંબુકીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા રણુ નાજભાઇ મોડ ધંધો ખેતી રહે. શીવરાજપુર તા. જસદણ, અશોક બાબુભાઇ પલાણ ધંધો મંજુરી રહે. જસદણ ચીતલીયા કુવા રોડ ગોવિંદનગર, અર્જુન ભીલાભાઇ આમુસ્કર ધંધો મજુરી રહે. જસદણ ચીતલીયા રોડ ભગવાનપરા, અશોક બટુકભાઇ બાવળીયા ધંધો મજુરી રહે. જસદણ પોલારપર રોડ, પરેશ ગોવિંદભાઇ હિરપરા ધંધો ઇમીટેશન રહે. જસદણ ચીતલીયા કુવા રોડ કાનજીપરા, મલા રવજી કટેશીયા ધંધો પશુપાલન રહે. ગુંદાળા તા. વિંછીયા, અરવિંદ વશરામભાઇ વાઘેલા ધંધો ખેતી રહે. લાલકા તા. બાબરા તથા જીગર જીણાભાઇ સલુડીયા ૨૭ ધંધો ખેતી રહે. વીરનગર તા. જસદણને રોકડા રૂા. ૧,૦૪,૯૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.