હારીજના દુનાવાડામાં ૫ રાઉન્ડ ફાયરિંગ થતાં હડકંપઃ ત્રણ યુવકમાંથી ૨ની હાલત અત્યંત ગંભીર
(જયંતિભાઈ ઠક્કર દ્વારા) પાટણ, તા.૪: હારીજના દુનાવાડામાં ૫ રાઉન્ડ ફાયરિંગ થતાં હડકંપ મચ્યો છે. ત્રણ યુવકમાંથી ૨ની હાલત અત્યંત ગંભીર છે.
દુનાવાડામાં એક શખ્સે પાંચ રાઉડ ફાયરિંગ કર્યું છે જે ફાયરિંગમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી જેમાંથી બેને ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળ્યું છે. કોઈ અદાવતના પગલે ફાયરિંગ થયોનું જાણવા મળ્યું છે. પટ્ટણી વિજય, સુથાર શિવાભાઈ, પટ્ટણી સોનાજી નામના ત્રણ વ્યક્તિઓને શરીરના વિવિધ ભાગમાં ગોળી વાગતા ઈજાઓ પહોંચી છે, જે ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં સુથાર શિવાભાઈને છાતીના ભાગે ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે તેમજ પટ્ટણી સોનાજીને માથાના ભાગે ગોળી વાગી છે અને પટ્ટણી વિજય નામના વ્યક્તિને કાનના ભાગે ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે.