સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th February 2021

કાપોદ્રાનો ત્રણ વર્ષથી ફરાર આરોપી રાજકોટ રહેતા થાનગઢના કાઠી દરબારને ચોટીલામાંથી પોલીસે ઝડપી લીધો

વઢવાણ,તા.૪ :  એલ.સી.બી. પોલીસ ઇન્સ. ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એસ.એસ. વરૂ ચોટીલા પો.સ્ટે વિસ્તારમાં પ્રયત્નશીલ હતા. દરમ્યાન હકિકત મેળવી સુરત શહેર, કાપોદ્રા પો.સ્ટે. ફ.ગુ.ર.નં ૧૦૮ ૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૫, ૩૯૭ વિગેરે મુજબના ગુનહાના કામે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર   મહેશભાઇ ધીરૂભાઇ પટગીર કાઠી દરબાર ઉ.વ ૩૫ ધંધો-ફેબ્રીકેશનનો રહે.મુળ-થાનગઢ મફતીયાપરા, રહે.હાલ-રાજકોટ કોઠારીયા રોડ, વચ્છરાજ મંદિર પાસે વાળાને ચોટીલા તળેટી ખાતેથી પક્કી પાડી કાર્યવાહી કરી  ચોટીલા પો.સ્ટે. ખાતે સોંપી આપી કાપોદ્રા પો.સ્ટે જાણ કરવામાં આવેલ છે.

એ.એસ.આઇ. નરપતસિંહ મેરૂભા તથા પો.હેડ કોન્સ. ગુલામરસુલ કાસમભાઇ તથા ભગીરથસિંહ ઝાલા અયુબખાને તથા ભરતસિંહ હમીરભાઇ તથા પો.કોન્સ. સનતભાઇ વલકુભાઇ તથા અશ્વીનભાઇ કરશનભાઇ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.

(11:44 am IST)