સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 4th February 2019

ડુંગળીએ રડાવ્યા:ભેસાણના કરિયામાં અનોખો વિરોધ 30 જેટલા ખેડૂતોએ ખેતરમાં પશુઓને છુટા મૂકી દીધા

જૂનાગઢના ભેંસાણના કરિયા ગામે ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. 30થી 40 ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓને છુટા મુકી દીધા હતા.

પશુઓને ડુંગળી ખવડાવી દઈને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો ડુંગળીના ભાવ તળિયે જતા રહ્યા છે. તેવામાં હાલના જથ્થાબંધ ડુગળી 16 રૂપિયા લેખે વેચાઈ રહી છે.

આ પ્રમાણે એક કિલો ડુંગળીના 75 પૈસા ઉપજે છે. ત્યારે ભેંસાણના કરિયા ગામના ખેડૂતોએ ડુંગળીને પશુઓને ખવડાવી દીધો હતો. ડુંગળી યાર્ડમાંથી રસોડામાં પહોંચે ત્યાં જ ભાવડબલ થઈ જાય છે. ખેડૂતેને ડુંગળીના ટ્રાન્સપોર્ટેશનના પૈસા પણ મળતા નથી. અને રડવાનો વારો આવે છે. ગ્રાહકોને સસ્તાભાવે સારી ડુંગળી અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નફાખોરી ઘટાડવી જરૂરી છે.

(12:57 pm IST)