સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th January 2020

રાજુલા નગરપાલિકાના પ્રમુખનો તાજ (ચાર્જ) ઉપપ્રમુખ કનુભાઇ ધાંખડાને સોંપાયો

૧૮-૧૮ સભ્યો સસ્પેન્ડ થવાના પગલે

રાજુલા, તા. ૪ : તાજેતરમાં તા. ૩૦-૧ર-ર૦૧૯ના રોજ હાલના પ્રમુખ કાન્તાબેન ધાંખડા સહિત ૪ સભ્યો સસ્પેન્ડ તાં તેમજ અગાઉના ૧૪ સભ્યો સસ્પેન્ડ થયેલ હોય જેથી કુલ ૧૮ સભ્યો સસ્પેન્ડ થતા ઉપપ્રમુખ તરીકે સેવા બજાવતા કનુભાઇ ધાંખડા પાસે પ્રમુખનો ચાજૃ સોંપવામાં આવેલ છે તેવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ છે.

કનુભાઇ ધાંખડા રાજુલા નગરપાલિકામાં છેલ્લા ઘણા ટમસ્ર્થી ચૂંટાતા રહ્યા છે અને તેઓ અગાઉ વિરોધ પક્ષના નગર પાલિકાના નેતા તરીકે સેવા બજાવેલ છે. તેઓ ગૌસેવાનું ખૂબ જ સારૂ કાર્ય હોડાવાળી ખોડીયારમાં મોરંગી ગામે બજાવે છે. ઉપરાંત ચાલુ કોંગ્રેસના શાસન દરમ્યાન ઉપપ્રમુખ તરીકે પણ રાજુલા નગરમાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી બજાવતા રહ્યા છે. નગરજનો ઉઠે તે પહેલા રાજુલા શહેરમાં સફાઇ મશીનની સાથે રહીને રાજુલામાં સ્વચ્છતા અભિયાન પણ કરતા રહ્યા છે.

તેઓ હરહંમેશ સેવાકીય પ્રવૃતિમાં પ્રવૃત રહીને ખૂબ જ પ્રશંનીય કામગીરી બજાવતા રહ્યા છે. હાલમાં ઉપપ્રમુખ પાસે પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપવામાં આવતા રાજુલા નગર પાલિકા વિસ્તારમાં હવે વિકાસ પૂરજોશથી શરૂ થશે અને સ્વચ્છતા અભિયાન પણ સારી રીતે ચાલશે. લોકોની સાચી અપેક્ષાઓ પરીપૂર્ણ થશે તેવું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે.

(1:09 pm IST)