સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th January 2019

ભાણવડ મીઠાપુરમાં જુગારના બે દરોડા

ખંભાળીયા તા. ૪ : ભાણવડના વાનવડ ગામે જાહેરમાં તિનપિતના પાના વડે જુગાર રમતા (૧) નટુભા જીલુભા જાડેજા(ર) છગનભાઇ જાદવભાઇ (૩) પરેશ મગનભાઇ ગેડિયા (૪) નિતીન ગોરધનભાઇ કનેરીયા (પ) મહેન્દ્ર વિઠ્ઠલભાઇ વરાણીયા (૬) ગોવિંદ આલાભાઇ ભોચીયા (૭) ગોવિંદ રામાભાઇ સાથલપરા (૮) ઘેલા વિરાભાઇ વરૂ ર૦૩૭૦ સાથે પકડાઇ આવેલ આઠમો ઇસમ નાશી જતા ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મીઠાપુર કંપની વિસતારની અંદર મોબાઇલ ફોનમ)ં વોટસેપ ઉપર વરલી મટકાનો જુગાર રમી રમાડતા (૧) ધર્મેશ જયસુખભાઇ તાવડી (ર) જેન્તીભાઇ કાસ્ટા (૩) હરૂભા આ ત્રણેય ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધ રોકડા રૂપિયા ર૦૮૦ એક મોબાઇલ કિંમત રૂપિયા પ હજાર તથા જુગાર સાહિત્ય કુલમતા ૭૦૮૦ સાથે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છ.ે(૬.૧૪)

(11:57 am IST)