સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

સદ્વિદ્યા ધામ વીરપુર ( જલારામ ) ગુરુ વંદના મહોત્સવ પ્રસંગે વેદાન્તાચાર્ય નિર્મળદાસજી સ્વામીને જૂનાગઢ દેશ સંત મંડળ દ્વારા સન્માન પત્ર અર્પણ

વિરપુર તા. ૩ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક સદ્વિદ્યા સદ્ઘર્મરક્ષક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં તેમજ અ.નિ. ગુરુકુલના માતૃસમાન પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, અખંડ ભગવત પરાયણ જોગી સ્વામી વગેરે સંતોની પુણ્ય સ્મૃતિમાં સદ્વવિદ્યા ધામ જલારામ વિરપુર ખાતે ગુરુ વંદના ઋણ સ્વીકૃતિ મહોત્સવ—ભાગવત કથા અંતર્ગત શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. આ કથા પ્રસંગે ધામોધામથી મોટી સંખ્યામાં સંતો પધારેલ,

 તેમાં ખાસ કરીને હરિયાળા ગુરુકુલથી શા.ભકિતજીવનદાસજી સ્વામી, બોરસદ વાત્સલ્યધામથી શા.નિર્લેપદાસજી સ્વામી, પોરબંદર છાયા ગુરુકુલથી શા.ભાનુપ્રસાદદાસજી સ્વામી, વંથળી ગુરુુકુલથી દેવપ્રસાદદાસજી સ્વામી, જામજોધપુર ગુરુકુલથી શા.રાધારમણદાસજી સ્વામી, ખીરસરા ગુરુકુલથી નારાયણ સ્વરુપદાસજી સ્વામી, વિસાવદર ગુરુકુલથી આનંદસ્વરુપદાસજી સ્વામી, સાંકળી ગુરુુકુલથી વિવેકસાગરદાસજી સ્વામી, ભૂમેલ ગુરુકુલથી પી.સી. સ્વામી, વગેરે  સંતોએ વેદાન્તાચાર્ય, સદ્વિદ્યા ધામ વીરપુર -જલારામના અઘ્યક્ષ ભાગવત કથાકાર  વિદ્વાન શા. નિર્મળદાસજી સ્વામીનું શાલ ઓઢાડી, સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે ભાગવત કથાકાર કનૈયાલાલભાઇ ભટ્ટ, અશોકભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત કથા અંતર્ગત શ્રી કૃષ્ણજન્મોત્સવ, રુકિમણી વિવાહ વગેરે ઉત્સવો ઉજવાયા હતા. કથાના મુખ્ય વકતા શા.નિર્મળદાસજી સ્વામી રહેલ. સાથે મેંદરડા ગુરુકુલના શાસ્ત્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પાંચ દિવસ સુધી સંગીતના સથવારે ભાગવત કથાનું રસપાન કરાવેલ.

કથાના મુખ્ય યજમાન તરીકે મહંત અ.નિ. સંતવલ્લભદાસજી સ્વામીની સ્મૃતિમાં ગોંડલ શ્રીસ્વામિનારાયણ મંદિર, તેમજ અમેરિકા નિવાસી ગોપાળભાઇ વીરાણી પરિવાર રહેલ,

શાકોત્સવના યજમાન પારડી નિવાસી હિતેશભાઇ નરેન્દ્રભાઇ કોરાટ, કૃણાલભાઇ શાંતિભાઇ ડોબરિયા પરિવાર રહેલ.

વીરપુરના યુવાનોએ તેમજ મહિલા મંડળે સ્વયંસેવકની અને પીરસવાની તમામ સેવા  સંભાળેલ. કથાની પૂર્ણાહૂતિ પ્રસંગે ખાસ શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં સાત હજારથી વધુ ભાવિકોએ રીંગણાનું શાક, બાજરાના રોટલા અને ચુરમાના લાડુનો પ્રસાદ લીધેલ.

(12:35 pm IST)