સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

પતંગથી ઘાયલ થતાં પક્ષાીઓને સારવાર આપવા જાુનાગઢમાં ખાસ અભિયાન

મહાનગરપાલિકા સાથે સ્વૈચ્છિક સંસ્થા જોડાશે

જુનાગઢ તા. ૪ :.. ગુજરાત સરકાર દ્વારા ઉતરાયણ પર્વ દરમ્યાન ૧૦ જાન્યુઆરી થી ર૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ થતા બચાવવા માટે પક્ષીઓને સારવાર આપવા માટે 'કરૂણા અભિયાન' હાથ ધરવામાં આવેલ છે.

કરૂણા અભિયાન અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા તથા શહેરની સ્વૈચ્છીક સંસ્થાઓ અને વન વિભાગ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે કમીશનર વી. જે. રાજપૂતના અધ્યક્ષ સ્થાને સર્વોદય બ્લડ બેન્કનાં પ્રતિનિધિ અમૃતભાઇ દેસાઇ, સત્યમ સેવા યુવક મંડળનાં પ્રતિનીધી બટુકબાપુ, જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ કેતનભાઇ દોશી, મધુર સોશ્યલ ગ્રુપનાં પ્રમુખ સલીમભાઇ ગુજરાતી સાથે મીટીંગ યોજાય હતી.

કમીશનનાં જણાવ્યા અનુસાર 'કરૂણા અભિયાન' એ ગુજરાત સરકારનો કુદરત પ્રત્યેનો અભિગમ દર્શાવતો એક આગવો કાર્યક્રમ છે. ગુજરાત રાજયમાં પક્ષીઓનાં સંરક્ષણ માટેનો કરૂણા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત મહાનગરપાલિકા તથા સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ વન વિભાગ દ્વારા સંયુકત પણે ઘાયલ પક્ષીઓની સારવાર માટે જુદા જુદા સ્થળે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે.

૧૪ જાન્યુઆરીએ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પશુઓની સારવાર માટે તળાવ દરવાજા પાસે સવારથી સાંજ સુધી પક્ષીઓને સારવાર આપવામાં આવશે. જેનો હેલ્પલાઇન નંબર ૯૪૦૮૪ પ૩૧૦૮ તથા ૯૭ર૬૬ રર૧૦૮ રહેશે, તેમજ પશુ-પક્ષીઓ માટે હેલ્પ લાઇન કાયમી ધોરણે પણ કાર્યરત કરેલછે જેનો નંબર ૧૮૦૦ર ૩૩૩૧૭૧ તથા ૦ર૮પ ર૬પ૪૭૩૦ રહેશે. તમામ શહેરીજનોને આ નંબર ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંપર્ક કરવા તથા  તમામ સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ આ અભિયાનમાં સહકાર આપે તેવી અપીલ કરવામાં આવેલ છે.

(11:21 am IST)