સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

શાપરમાં કચરો ફેંકવા પ્રશ્ને પ્રોૈઢ જીવણભાઇને પડોશીએ ઘુસ્તાવ્યા

રાજકોટ તા. ૪: શાપર વેરાવળના બુધ્ધનગરમાં રહેમતાં જીવણભાઇ જગાભાઇ મકવાણા (ઉ.૫૦) નામના દલિત પ્રોૈઢને પડોશમાં જ રહેતાં ભારતીબેન મુળજીભાઇ વણકર અને તેના ભાઇઓ શંકરભાઇ તથા ભીખાભાઇએ ઘરમાં ઘુસી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. જીવણભાઇના કહેવા મુજબ ગઇકાલે ઘર પાસે કચરો ફેંકવા બાબતે બોલાચાલી થતાં તે બાબતનો ખાર રાખી હુમલો કરાયો હતો. શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)