સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

શનિવારથી જુનાગઢમાં દ્વિદિવસીય ગુજરાત રાજય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ સ્પર્ધા

૩પ થી ૧૦૦ વર્ષની વયના પ૦૦ થી વધુ ખેલાડી ભાગ લેશે

જુનાગઢ, તા., ૪: સ્વ.શ્રીમતી સ્મીતાબેન આડતીયાની સ્મૃતિમાં શ્રી શરદભાઇ આડતીયાના સૌજન્ય અને સીનીયર સીટીઝન્સ મંડળ અને માસ્ટર એથ્લેટીક એસોસીએશન જુનાગઢ શહેરના સંયુકત ઉપક્રમે આગામી તા.૬ ને શનિવાર અને તા.૭ ને રવિવારના રોજ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પ ગ્રાઉન્ડ જુનાગઢ ખાતે ૩૭ મી ગુજરાત રાજય માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ સ્પર્ધા યોજાશે.

જેનું શનિવારે સાંજે ૬ કલાકે શરદભાઇ આડતીયાના હસ્તે ઉદઘાટન થશે અને અધ્યક્ષ સ્થાને કૃષિ યુનિ. કુલપતિ ડો.એ.આર. પાઠક બિરાજશે તેમજ મુખ્ય મહેમાન તરીકે મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળ શ્રી ડો.એ.પી.સિંઘ ઉપસ્થિત રહેશે.

આ સ્પર્ધામાં ૩પ થી ૧૦૦ વર્ષની વયના રમતવીરો પપ૦ થી વધુ સંખ્યામાં ભાગ લેનાર છે. કાર્યક્રમને સફળ બનાવવા દિલુભા વાળા જે.બી.માંડક વી.એન.પાઠક સહીતના આયોજકો જહેમત ઉઠાવી રહયા છે.

(11:17 am IST)