સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

ગાંધીધામ આગઃ સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સરકારે ખરીદેલી ૧ર કરોડની મગફળી રામભરોસે? તમામ જથ્થો ખાખ, જવાબદાર કોણ?

હજીયે આગ ભભૂકે છે, ૬ર હજાર ૬૯૧ બોરી મગફળી નાશ પામી, સરકાર તરફથી સંજય નંદન દોડી આવ્યા, પણ આગનાં કારણ માટે બધા જ મૌન

ભુજ તા. ૪ :.. ગાંધીધામનાં કીડાણા ગામે સંઘવી વેર હાઉસના ગોડાઉનમાં લાગેલી આગે અનેક સવાલો સજર્યા છે. આ આગમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી સરકારે ટેકાના ભાવે ખરીદેલી ૬ર હજાર ૬૯૧ બોરી મગફળી જેની કિંમત ૧ર કરોડ થવા જાય છે. તે તમામ બળીને ખાખ થઇ ગઇ છે.

આગ હજીયે ભભૂકે છે. જો કે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ આગને લઇને સર્જાયેલા સવાલો શંકા સર્જી રહ્યા છે. આટલી મોટી  સંખ્યામાં મગફળીની બોરીઓ પડી હતી તેની સલામતી માટે કોઇ વ્યવસ્થા કરાઇ નહોતી.

ગોડાઉનમાં સીસી ટીવી કેમેરા કે પછી અગ્નિશમન સાધનો પણ રખાયા નહોતાં. મગફળીના જથ્થાના વીમો ન હોતો. સવાલોની ભરમાર વચ્ચે સરકાર તરફથી અધિકારી સંજય નંદન ગાંધીનગરથી દોડી આવ્યા હતાં.પણ, આગનાં ારણ અંગે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર, અંજાર પ્રાંત કચેરી, કેસરકારના ઉચ્ચ અધિકારીઓ  તમામે મૌન સાધી લીધું છે.

(11:17 am IST)