સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

ગોંડલમાં ઘોડી પાસાનો જૂગાર રમતા ૬ પકડાયાઃ પર હજારની રોકડ કબ્જે

ગોંડલ તા. ૩ :.. ગોંડલ સીટી પોલીસે પૂર્વ બાતમીના આધારે ચીસ્તીયાનગરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ સીટી પોલીસના નરેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, દિગ્વીજયસિંહ કુલદીપસિંહ રાઠોડ, જયેન્દ્રસિંહ વાઘેલા તેમજ પ્રહલાદસિંહ સહિતનાઓએ વોરાકોટડા રોડ ઉપર આવેલ ચીસ્તીયાનગર જાહેરમાં જૂગાર રમતા જીજ્ઞેશ લખુભાઇ ડોડીયા, ઇમરાન હસનભાઇ કટારીયા, નઝીર રજાકભાઇ ગોરી, અયુબ જુસુભાઇ સંધી, ઇમ્તીયાઝ અલી સરવાદી તેમજ સામંત રામભાઇ મકવાણા ઘોડીપાસાનો જૂગાર રમતા પકડી પાડી રૂ. પર૦૦૦ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:29 am IST)